Connect Gujarat
સુરત 

સુરત : મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તોએ દર્શન કરી મનોકામના માંગી,દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી

X

આજે મહાશિવરાત્રી પર્વને લઇને શિવજીના મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી છે શિવજી પાર્વતીના દર્શન કરી સુરતના ભકતો પોતાની મનોકામના માંગી દર્શન કરતા જોવા મળી રહ્યા છે .

એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે વૈરાગી જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું.મહાશિવરાત્રી નિમિત્તે શહેરના શિવાલયોમાં ઉજવણીનો રંગ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પાંડેસરાના શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં, કતારગામના કંતારેશ્વર મહાદેવ, અઠવાગેટનુ મહાદેવ મંદિર, પલસાણાના કનકેશ્વર અને સરોણાના કપિલેશ્વર મંદિરો સહિત શહેરના અલગ-અલગ શિવજીના મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. બમ બમ બોલેની ગુંજ સાથે શિવાલયોમાં ભક્તિનો રંગ જામ્યો છે.

સૌથી મહત્વની વાત એ હશે કે કોરોના સંક્રમણ ઓછું થવાના કારણે આ વર્ષે ભક્તોની ભીડ મંદિરો અને શિવાલયોમાં ઉમટી પડી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરાનું શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભક્તો પરિવાર સાથે આવી શિવજી અને પાર્વતી નાં દર્શન કરી બમ બમ બોલેના ગુણ સાથે ઉત્સાહપૂર્વક જોવા મળ્યા હતા.

Next Story