સુરત : વિજ્યાદશમીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્રપૂજન યોજાયું…

સુરત શહેરના અઠવાલાઇન વિસ્તાર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

New Update

વિજ્યાદશમીના પાવન પર્વનો રહ્યો અનેરો મહિમા

પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા વિશેષ ઉપસ્થિત

અત્યાધુનિક રાઇફલ-ગન હર્ષ સંઘવીએ માહિતી મેળવી

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિ

આજરોજ વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના અત્યાધુનિક હથિયારની પૂજા થકી શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પ્રજાજનોની સુરક્ષા માટે અતિ મહત્વના ગણાતા એવા શસ્ત્રોનું વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છેત્યારે સુરત શહેરના અઠવાલાઇન વિસ્તાર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્રપૂજા બાદ પોલીસની અત્યાધુનિક રાઇફલ-ગન હર્ષ સંઘવીએ હાથમાં લીધી હતી. હથિયારની ક્ષમતા અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાસેથી માહિતી મેળવી હતી. વિજ્યાદશમીના દિવસે શસ્ત્રપૂજામાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોતઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ નાગરિકોને વિજ્યાદશમીના પાવન પર્વનિ શુભેચ્છાઓ પાઠવી હતી.

#Harsh Sanghvi #શસ્ત્ર પૂજન #Vijaya Dashami #Surat Navratri #HM Harsh Sanghvi #વિજ્યાદશમી #Vijaya Dashmi Celebration
Here are a few more articles:
Read the Next Article