સુરત શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતાં ત્રણ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય બે કામદારને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. હાલ આ મામલે સચિન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બોઇલરમાં ટેમ્પ્રેચર વધી જતાં બ્લાસ્ટ યાર્નના બોબીનને બોઇલરમાં મૂકવામાં આવતા હોય છે. તેને નિયત ટેમ્પ્રેચર સુધી ગરમ કરવામાં આવતું હોય છે. નિયત ટેમ્પ્રેચર થતાં એલાર્મ વાગતું હોય છે. જોકે, અહીં બોઇલરમાં કોઈ એલાર્મ વાગ્યું ન હતું અને ટ્રેમ્પ્રેચર વધી જતાં બ્લાસ્ટ થયો હતો. બોઈલર એકદમ નજીક રહેલો પપ્પુ યાદવનું ઝપેટમાં આવી ગયો હતો અને મોતને ભેટ્યો હતો.
સુરત : સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલ યાર્ન બનાવતી કંપનીમાં બોઇલર ફાટતાં એકનું મોત, બેની હાલત ગંભીર
સુરત શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતાં ત્રણ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા
New Update