/connect-gujarat/media/post_banners/3887a4f3f25286f4659263732867b83797e5a58b728195f8ee8192261aa8bd8f.jpg)
વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત 2 દિવસથી વરસેલા વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયા તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે. તેવામાં તમામ અધિકારીઓને પણ હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા છે. આ સ્તહે જ સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. ઉપરાંત નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા પણ સૂચના અપાય છે. સુરતના ચોર્યાસી તાલુકામાં એક ઈંચ જેવો વરસાદ પડ્યો છે, જ્યારે સુરતના સેન્ટ્રલ, લિંબાયત અને અઠવા ઝોનમાં એક એક મિમિ વરસાદ વરસ્યો છે. ઓલપાડ તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ બારડોલી નગરમાં પણ વરસાદે કહેર વરસાવ્યો છે. મુદિત પેલેસથી શાસ્ત્રી રોડને જોડતા માર્ગ પર આવેલ સ્વામિનારાયણ મંદિર નજીક લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશયી થયું હતું. જેથી માર્ગ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની નોબત આવી હતી.