/connect-gujarat/media/post_banners/4f55939e013401700564ece36334341cb25baad92b7eee6ae44ae6a4a8dd703a.jpg)
સુરત જિલ્લાના પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી તસ્કરોએ લાખોની રોકડ રકમ પર હાથફેરો કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પલસાણા ગામના ચાર રસ્તા ખાતે આવેલ કેસરી નંદન પેટ્રોલ પંપ નજીક IDBI બેન્કના ATMને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના રાત્રીના 2 વાગ્યાની આસપાસ સર્જાય હતી.
તસ્કરો સ્કોર્પિયો કાર લઈને ચોરી કરવા આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ પલસાણા પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો ATMમાં થયેલ ચોરી અંગે પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી તસ્કરોની શોધખોળ આરંભી છે.