સુરત : પેપર લીક કાંડને લાગ્યો "રાજકીય રંગ", યુથ કોંગ્રેસે કર્યા સરકાર પર આકરા પ્રહાર...

ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે.

સુરત : પેપર લીક કાંડને લાગ્યો "રાજકીય રંગ", યુથ કોંગ્રેસે કર્યા સરકાર પર આકરા પ્રહાર...
New Update

સુરત શહેરમાં પેપર લીક કાંડ મામલે રાજકીય રંગ લાગ્યો છે, ત્યારે સુરત યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ મામલે પોલીસને 11 લોકો વિરુદ્ધ મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. હાલ તો પોલીસે પેપર લીક કાંડ મામલે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે "સરકાર તેરી તાનશાહી નહિ ચલેગી"ના નારા સાથે સુરતમાં પેપર લીક કાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ નોંધવીને યુવાઓને ન્યાય આપવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું. કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કરાયા હતા. સરકારના અણઘટ વહીવટના કારણે પેપર લીક કાંડની અવારનવાર વખત ઘટના પ્રકાશમાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધી પેપર કાંડમાં સરકાર મૂળ તળિયા સુધી કેમ નથી પહોચતી તેવા યુથ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા.

#હેડ ક્લાર્કની પરીક્ષા #યુથ કોંગ્રેસ #સુરત #પેપરલીક #Surat #પેપર લીક કાંડ #Youth Congress #paper leak #Paper Leak Scame #head clerk #ગૌણ સેવા પસંદગી મંડળ #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article