/connect-gujarat/media/post_banners/ff36d1d57314b547d758fd5149e4ec6e211f979ac72a03087d23ccaefd991de6.jpg)
દિનપ્રતિદિન પેટ્રોલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સુરતમાં આજે પેટ્રોલ સો રૂપિયાને પાર થઈ ગયું છે ત્યારે પેટ્રોલના વધી રહેલા ભાવના કારણે લોકોના બજેટ પર મોટી અસર જોવા મળી રહી છે
મોંઘવારી અટકવાનું નામ નથી લેતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે પેટ્રોલનો ભાવ સદીને પાર થઈ ગયો છે.કાપડ નગરી સુરતમાં આજે પેટ્રોલ રૂપિયા 101॰ 81 પૈસા થતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે મધ્યમ વર્ગીય પરિવારો મહિનાનુંએક બજેટ લઈને ચાલતા હોય છે હજુ પણ એક ચોક્કસ વર્ગ એવો છે જે મહિને નક્કી કરેલી રકમના જ પેટ્રોલ ડીઝલનો વપરાશ કરતા હોય છે એવામાં સામા તહેવારે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે જેના કારણે સામાન્ય વર્ગની કફોડી પરિસ્થિતી થઈ છે