Connect Gujarat
સુરત 

સુરત: ગરીબોને અપાતાં અનાજમાં ભેળસેળ? પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા હોવાનો દાવો

સુરત જીલ્લામાં ચોંકાવનારી ઘટના, ગરીબોને અપાતા અનાજમાં ભેળસેળ !

X

સુરત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરીબોને આપતા અનાજ માં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું છે. ચોખાની બોરીમાંથી ભેળસેળ યુક્ત પ્લાસ્ટીકના ચોખા નીકળ્યા હોવાનો લાભાર્થીઓએ દાવો કર્યો છે. સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર પર ગંભીર આરોપ લગાવી તપાસની માંગ કરી છે.

સુરતના માંગરોળ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. ગરીબોને અપાતું સસ્તા અનાજમાં ભેળસેળ કરાય હોવાનું સામે આવ્યું છે. ચોખાની બોરીમાંથી પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય ચોખા કરતા આ ચોખા અલગ દેખાઈ રહ્યા છે. સાઈઝમાં મોટા અને વજનમાં ખુબજ હલકા જણાઈ રહ્યા છે. તેમજ ચોખાની રસોઈ બનાવતી વખતે તે વધુ પડતા ચીકાસ પકડી રહ્યા છે. જેથી ગૃહીણીઓ દ્વારા દાવો કરાય રહ્યો છે કે આ ચોખા સ્વાસ્થ્યને હાનિકારક નીવડી શકે છે. જોકે આ એક વખત નહિ પરંતુ અગાઉ પણ આ પ્રકાણે ચોખા આવ્યા હતાં. હાલ પણ સ્થાનિક આગેવાનોએ આ બાબતની રજૂઆત સંલગ્ન વિભાગને કરી છે.

આ બાબતેને લઈ ધારાસભ્ય આનંદ ચૌધરી વિસ્તારમાં પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. તેઓએ આ બાબતે સરકાર પર પ્રહાર કરી ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

Next Story