સુરત: નવરાત્રીના આયોજન અંગે પોલીસનું જાહેરનામું,શી ટીમ પણ રહેશે તૈનાત

સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

New Update

સુરત શહેરમાં નવરાત્રી ઉત્સવ માટે પોલીસ એક્શનમાં 

લાઉડ સ્પીકરનો ઘોંઘાટ રાતે 12 વાગે થશે બંધ

ઢોલના ટાળે યોજાતા ગરબા માટે કોઈ સમયમર્યાદા નહીં 

નવરાત્રીમાં પોલીસની શી ટીમ પણ રહેશે છુપી રીતે તૈનાત 

ઘોડે સવાર તેમજ ડ્રોન સર્વેલન્સ પણ રાખશે બાજ નજર

સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે કમરકસી છે.સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી,અને પત્રકારોને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડવા માટે જણાવવામાં આવ્યું હતું.જ્યારે ઢોલ નગારા સાથે યોજાતા ગરબા પર કોઈ સમયની મર્યાદા ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.વધુમાં નવરાત્રી દરમિયાન પોલીસની શી ટીમ પણ છુપી રીતે ફરજ બજાવશે,સાથે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ નવરાત્રીમાં ઉપયોગ કરવામાં આવશે.રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે.તેમજ પોલીસ બાઈક પેટ્રોલિંગ અને બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે. વધુમાં મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ DCP હેતલ પટેલે જણાવ્યું હતું.
Read the Next Article

સુરત : યવુતીના આપઘાત મામલામાં દુષ્પ્રેરણ કરનાર સગીરવયના આરોપીની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

New Update
  • કતારગામમાં યુવતીના આપઘાતનો મામલો

  • 19 વર્ષીય આશાસ્પદ યુવતીએ કર્યો હતો આપઘાત

  • પરિવારજનોએ દીકરીને હેરાન કરનાર પર કર્યા હતા આક્ષેપ

  • પોલીસે સગીરવયના યુવક અને તેના પિતાને દબોચી લીધા 

  • પોલીસે યુવક અને યુવતીના ફોન તપાસ અર્થે FSLમાં મોકલ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડીયાના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દર્જ કર્યો હતો,અને આરોપી સગીરવયના યુવકની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.જોકે નેનુએ ગત તારીખ  13/07/2025ના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જોકે નેનુએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી,અને સૌ કોઈ દ્વિધામાં હતા કે નેનુએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હશે.!

પોલીસે પ્રથમ તો આ ઘટનામાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જોકે યુવતીના પિતા અને તેના ભાઈએ એક યુવક પર નેનુને પરેશાન કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા.અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારબાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો હતો.

આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છેજ્યારે સગીરવયના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટેFSLમાં મોકલવામાં આવ્યો છેજેથી મેસેજકોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં પાટીદાર યુવતી નેનુના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.દેસાઈ સમાજના આગેવાન સહિત સમાજના લોકોએ ભેગા મળીને ઘટના અંગે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે નેનુ અને યુવક બંને એકબીજાના સંપર્કમાં હતા,અને એકબીજાથી ખુબજ સારી રીતે પરિચિત હતા,યુવક અને યુવતી વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ પણ તેઓએ પોલીસ કમિશનર સમક્ષ રજુ કર્યા હતા.અને જણાવ્યું હતું કે યુવકે યુવતીને સોશિયલ મીડિયા  પર બ્લોક કરી દીધા બાદ તેણીએ તેને ઈમેલ દ્વારા મેસેજ કર્યા હતા,જેના સ્ક્રીનશોર્ટ પણ રજુ કરવામાં  આવ્યા હતા,અને પોલીસ અટકાયતમાં રહેલા યુવક અને તેના પિતાને મુક્ત કરવાની માંગ કરી હતી.