સુરત: નવરાત્રીના આયોજન અંગે પોલીસનું જાહેરનામું,શી ટીમ પણ રહેશે તૈનાત

સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

New Update

સુરત શહેરમાં નવરાત્રી ઉત્સવ માટે પોલીસ એક્શનમાં 

લાઉડ સ્પીકરનો ઘોંઘાટ રાતે 12 વાગે થશે બંધ

ઢોલના ટાળે યોજાતા ગરબા માટે કોઈ સમયમર્યાદા નહીં 

નવરાત્રીમાં પોલીસની શી ટીમ પણ રહેશે છુપી રીતે તૈનાત 

ઘોડે સવાર તેમજ ડ્રોન સર્વેલન્સ પણ રાખશે બાજ નજર

સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે કમરકસી છે.સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી,અને પત્રકારોને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડવા માટે જણાવવામાં આવ્યું હતું.જ્યારે ઢોલ નગારા સાથે યોજાતા ગરબા પર કોઈ સમયની મર્યાદા ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.વધુમાં નવરાત્રી દરમિયાન પોલીસની શી ટીમ પણ છુપી રીતે ફરજ બજાવશે,સાથે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ નવરાત્રીમાં ઉપયોગ કરવામાં આવશે.રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે.તેમજ પોલીસ બાઈક પેટ્રોલિંગ અને બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે. વધુમાં મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ DCP હેતલ પટેલે જણાવ્યું હતું.
    
#Surat #Navratri #surat police #rules #Police Commisioner
Here are a few more articles:
Read the Next Article