સુરત : જરૂરિયાતમંદ લોકોને ઝડપથી લોન કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે દબોચી લીધી

છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી. જોકે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુન્હા નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

New Update
  • ફાઇનાન્સ કંપનીના નામે છેતરપિંડી

  • કન્ઝ્યુમર અને પર્સનલ લોનના નામે કરી છેતરપિંડી

  • આરોપીઓએ લોનના બહાને 66 લાખની છેતરપિંડી કરી

  • ફાઇનાન્સ કંપનીમાં લોન કરવાના બહાને ડોક્યુમેન્ટ મેળવ્યા

  • પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

Advertisment

સુરતમાં જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન કરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી. જોકે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુન્હા નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરતમાં જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન આપવાનું કહી તેમના કાગળ લઈ તેમના કાગળ ઉપર તેમના નામે લોન લઈ ભેજાબાજો છેતરપિંડી કરતા હોવાની એક ફરિયાદ સુરતના સલાબતપુરા પોલીસને મળી હતી.

સુરત પોલીસને ફરિયાદ મળી હતી કે,આરોપી રાજીવ ચૌબેનાઓ સુરત રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં આવેલ ઓફિસ નં-704માં રોયલ ફાઇનાન્સિયલ સર્વિસમની સોલ્યુશનતથા ક્વિક લોન સર્વિસ નામથી લોન એજન્સી ચલાવે છે.

આરોપીઓ દ્વારા લોકો સાથે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઇ તેના રૂપિયા નહિ ચૂકવી કુલ રૂપિયા 66 લાખ 5 હજાર ઉપરાંતની છેતરપિંડી કરી પોતાની ઓફિસ તથા મોબાઇલ ફોન બંધ કરી ફરાર થઇ ગયા હતા.

આ મામલે સલાબતપુરા પોલીસે તાત્કાલિક ગુન્હો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી. આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટમાં હતા.

દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ જવાનોએ છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.અને આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુન્હા નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.જ્યારે આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપી રાજીવ ચૌબેની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories