પોલીસ પરિવાર માટે પ્રી-નવરાત્રીનું કરાયું આયોજન
પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ગરબે ઝૂમ્યાં
મહિલા અધિકારીઓ પણ ઝૂમ્યા ગરબે
પહેલી વખત પોલીસ કમિશનર પરિવાર સાથે ગરબા રમ્યા
પોલીસ પરિવાર પરંપરાગત વેશ ધારણ કરી ગરબે ઝૂમ્યાં
સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી-નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાને ગરબાના તાલે ઝુમાવ્યાં હતા.
સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે પ્રી-નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઐશ્વર્યા મજમુદારના સુરીલા ગરબાના સૂરોએ પોલીસ પરિવારને ગરબે ઘુમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની સાથે ગરબા કર્યા હતા, જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી.
ડુમસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી-નવરાત્રિમાં ઐશ્વર્યા મજમુદારની એન્ટ્રી થતા જ હાજર સૌ કોઈ ખેલૈયામાં જોશ આવી ગયા હતા. પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રી-નવરાત્રિમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા.