સુરત : સામૂહિક આપઘાતની ઘટનામાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધીને ત્રણ આરોપીઓની કરી ધરપકડ

સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી

New Update
  • શશાંગિયા પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો

  • પોલીસે સુસાઈડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • મૃતક પરિવારે પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચ્યો હતો

  • મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે 1 લાખ આપ્યા હતા

  • મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો

  • ટોકનના રૂપિયા પરત માંગી શશાંગીયા પરિવારને કરાતો હતો ટોર્ચર

સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે.માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે પોલીસે મકાન વેચાણના ટોકનના રૂપિયા 1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબુર કરનાર રત્નકલાકાર પિતા-પુત્ર અને દલાલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં સી/2 બિલ્ડિંગમાં રહેતા 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શશાંગીયા તેમના પત્ની વનિતાબેન ઉં.વ.52 અને પુત્ર હર્ષ ઉં.વ. 24ના એ સામુહિક આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી.હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરત વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સંકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા 22 લાખમાં હિતેશ સંજય પટેલને વેચવા કાઢ્યો હતોજેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતાપરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચઢી ગયા છે. જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી.

ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશતેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી. ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા શશાંગીયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો.

ઉપરાંત ટોકન પેટેની એક લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું.

અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતીજેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશસંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અમરોલી પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતાં હિતેશ સંજયભાઈ પટેલ અને રત્નકલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ તેમજ મકાન દલાલ રાજુ હરજીભાઇ આંબલિયાની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

Read the Next Article

સુરત કરોડોની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.

New Update
diamond theft case

સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.

મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.