સુરત : બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવતી કંપનીમાં પોલીસના દરોડા, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ

બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવતી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડી રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની કરી ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • કાપોદ્રા વિસ્તારની ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં પોલિસના દરોડા

  • ઝોન-1 LCB પોલીસ અને કાપોદ્રા પોલીસ દ્વારા દરોડા

  • બ્રાન્ડેડ વસ્તુના નામે બનતી હતી ડુપ્લિકેટ ચીજવસ્તુઓ

  • નકલી શેમ્પુસીરપસાબુ સહીતનો મુદ્દામલ જપ્ત કરાયો

  • રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની કરી ધરપકડ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવતી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડી રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની કરી ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 2 માસથી બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ઝોન-1 LCB પોલીસ અને કાપોદ્રા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાજ્યાં બનાવટી શેમ્પુસીરપસાબુ સહીત વસ્તુઓનું ડુપ્લીકેશન કરતા 3 શખ્સોની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે રૂ. 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories