New Update
સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો.
વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે તેવામાં વ્યાજના ખપરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે.સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે .સુરતના સરથાણામાં યોજાયેલ લોક દરબારમાં એક વ્યક્તિ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રોવા લાગ્યા હતા પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપ વીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી.
દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર નો આભાર માન્યો હતો