Connect Gujarat
સુરત 

સુરત : ટેક્સટાઇલ ક્ષેત્રને ઈન્ટરનેશનલ લેવલે લઈ જવા ગુજરાત સરકારની તૈયારી : ગૃહમંત્રી

સરથાણા કનવેન્શ હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

સુરત શહેરના સરથાણા કનવેન્શ હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સુરતના સરથાણા કનવેન્શ હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. 07થી 09 જાન્યુઆરી સુધી 3 દિવસ માટે ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ધાટન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ટેક્સટાઈલ એન્ડ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતનું કપડા બજાર અને હીરા બજાર બન્ને ઉદ્યોગના માધ્યમથી સુરતને હંમેશા દુનિયાભરમાં એક નવી ઓળખ મળતી આવી છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોએ સુરતને નવી ઓળખ આપી છે, ત્યારે વેપારીઓની માંગને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોની સલામતી માટે નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ ટેક્સટાઇલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારાઓ પણ હવે શાંતીથી ઊંઘી નહીં શકે તેવું ગૃહમંત્રીએ જણાવ્યુ હતું.

Next Story