Connect Gujarat
સુરત 

સુરત : બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ, કારખાદારોના વિરોધ સામે ધારાસભ્ય સંગીતા પાટીલની પ્રતિક્રિયા

બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતના લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે.

X

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાય છે.કાર્યક્રમ પહેલા હીરાના કારખાદારે વિરોધ નોંધાવતા ધારાસભ્ય સંગીતા પાટીલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિરોધ કરનારને પણ બાબા સમક્ષ પ્રશ્ન પૂછવાનો મોકો મળશે તેવું ધારાસભ્ય સંગીતા પાટિલે નિવેદન આપ્યું છે.

બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતના લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે.જેને લઈ ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય પર કાર્યક્રમની તૈયારીને લઇ બેઠકો યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપવામાં આવનાર છે. કાર્યક્રમમાં સુરત સહિત આજુબાજુના જિલ્લામાંથી 1 લાખથી વધુ લોકો કાર્યક્રમનો લાભ લેશે. કાર્યક્રમમાં હજારો લોકો નીચે બેસી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત અદભુત સ્ટેજ સાથે LED સ્ક્રીન પણ મુકવામાં આવી છે. તો બીજી તરફ, ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધાનો ફેલાવો કરતા હોવાના કારખાનેદારો આક્ષેપો કર્યા હતા. જો બાબા ચમત્કારી હોય તો હીરાના બંધ પેકેટમાં કેટલા હીરા છે, તે કહી બતાવે તેવી વાતો વચ્ચે હીરાના કારખાનેદાર જનક બાબરીયાએ બાબાને ચેલેન્જ આપી છે. સાથે જ કાર્યક્રમને લઈ ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આવેદન પત્ર આપી કાર્યક્રમ બંધ રાખવા માંગ પણ કરવામાં આવનાર છે. 26 અને 27 તારીખે સુરતમાં જનક બાબરીયા અને તેમની ટિમ દિવ્ય દરબારનો વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે, વિરોધને લઇ ધારાસભ્ય સંગીતા પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સંગીતા પાટીલે જણાવ્યું છે કે, ઘણા લોકો બાબાને માની રહ્યા છે. અમને તેમને પ્રતિ આસ્થા છે. જે કંઈ પણ લોકોના પ્રશ્નો હોય છે, બાબા તેમને સાંભળીને તેનું નિવારણ પણ લાવતા હોય છે, ત્યારે અમે પણ બાબાને પહેલી વખત સાંભળવા જઈ રહ્યા છે, અનેક લોકોને બાબાને પોતાના પ્રશ્ન પૂછવા તક મળશે, જ્યારે જે કોઈ વિરોધ કરી રહ્યા છે. તેઓ પણ બાબાને પોતાના પ્રશ્ન પૂછી શકે છે.

Next Story