Connect Gujarat
સુરત 

સુરત : કેદી નંબર "2231", ગ્રીષ્માના હત્યારા ફેનિલની લાજપોર જેલમાં પાક્કા કામના કેદી તરીકે ઓળખ...

સુરત શહેરમાં પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે આકરી સજા ફટકારતા ફાંસીની સજા સંભળાવી હતી.

X

સુરત શહેરમાં પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે આકરી સજા ફટકારતા ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં હત્યારા ફેનિલને લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફેનિલને પાક્કા કામના કેદી તરીકે 2231 નંબર ફાળવવામાં આવ્યો છે.

સુરતમાં પાસોદરામાં ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ પોતે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ચુકાદા પહેલાં કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે, અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બન્ને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ હાજર હતા.

મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. ત્યારબાદ પુરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. જેથી ફેનિલને લાજપોર જેલમાં પાક્કા કામના કેદી તરીકે 2231 નંબર આપવામાં આવ્યો છે, અને જ્યાં સુધી ફેનિલને ફાંસીના માચડે લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

Next Story