સુરત : પુણા કુંભારિયા પાસે દીવાલ ધરાસાયી થતાં ૩ ફોરવ્હીલ ખાડીમાં ગરકાવ...

New Update
સુરત : પુણા કુંભારિયા પાસે દીવાલ ધરાસાયી થતાં ૩ ફોરવ્હીલ ખાડીમાં ગરકાવ...
Advertisment

સુરતના પુણા કુંભારિયા પાસે આવેલી સારથી રેસીડેન્સીમાં દીવાલ ધરાશાહી થતાં ત્યાં પાર્ક કરેલી ૩ ફોરવ્હીલ બાજુમાં પસાર થતી ખાડીમાં ગરકાવ થઇ હતી. જેને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Advertisment

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. આજે સુરત શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે સુરતના પુણા કુંભારિયા સ્થિત આવેલી સારથી રેસીડેન્સીમાં ડી બિલ્ડીંગ પાસે પાર્કિંગ પાસેની કોર્ડન દીવાલ ધરાશાહી થઇ હતી જેને લઈને ત્યાં પાર્ક કરેલી ત્રણ ફોરવ્હીલને નુકશાન થયું હતું. અહી પાર્ક કરેલી ૩ ફોરવ્હીલ દીવાલની બાજુમાંથી પસાર થતી ખાડીમાં પડી ગયી હતી આ ઘટનાને લઈને ત્યાં રહીશો દોડી આવ્યા હતા. 

રહીશોએ બનાવની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. ફાયર વિભાગે ક્રેઇનની મદદથી ખાડીમાં પડેલી ત્રણ ફોરવ્હીલને બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. મહત્વની વાત એ છે કે સારથી રેસીડેન્સી દ્વારા ખાડીનું પુરાણ કરી સુરક્ષા દિવાલ ઉભી કરવામાં આવી છે સુરત દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને લઈ ખાડીની આવકમાં વધારો નોંધાયો છે.

આ બિલ્ડિંગની વર્ષો જૂની સુરક્ષા દિવાલ નીચે માટીનું ધોવાણ થઈ જતા દિવાલ ધરાશાહી થઈ ગઈ હતી અને ત્રણ ગાડીઓ ત્યાં ખાબકી હતી. જો આ દિવાલનું દબાણ દૂર નહીં કરવામાં આવે તો ફરી આવી દુર્ઘટના બનવાની સંભાવના છે.