/connect-gujarat/media/media_files/2025/05/05/F5lh4cmeqhkUGBUzEcjK.jpeg)
સુરત શહેરના પુણા વિસ્તારમાં વાહન ચાલકો સાથે ઈરાદાપૂર્વક પોતાની મોપેડ ટકરાવી અકસ્માત થયો હોવાનું બહાનું કરી વાહન ચાલકને ડરાવી ધમકાવી તેની પાસેથી રૂપિયા પડાવતી ગેંગને પુણા પોલીસે ઝડપી પાડી હતી.
સુરત શહેરમાં લોકોની સાથે ઠગાઈ કરવાના અને કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે સુરતના પુણા વિસ્તારમાં એક ટોળકી લોકોની બાઈકની સાથે તેમનું પોતાનું મોપેડ અથડાવી અકસ્માતમાં ઈજાઓ થઈ હોવાના નાટકો કરી તેમની પાસેથી રૂપિયા પડાવતી હતી.
જે બાબતે પોલીસને જાણ થતા પોલીસે આ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. જેમાં સજ્જાદ અલી હસન, સાજીદ શકુર શેખ અને સાબીર સમસુદ્દીન શેખ નામના ત્રણેય ઈસમોની ધરપકડ કરી રૂ. 71 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.