/connect-gujarat/media/post_banners/49c1b1116b118ed6032b812b00f3f7fc8c21de8fe4d50939a43deb5b2f778c78.webp)
સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા RAF (રેપિડ એક્શન ફોર્સ)ના જવાન શહીદ થયા છે. લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર ઢળી પડ્યો હતો. જેથી સાથી જવાનો સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જવાનના રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવામાં મળ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ ખાતેથી જવાનના મૃતદેહને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. મૂળ ઉત્તરપ્રદેશના 58 વર્ષીય ધરમપાલ RAFમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન ગત રોજ રૂટિન પ્રમાણે લિંબાયત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યા હતા, ત્યારબાદ સાથી જવાનો તમને લઈને સ્મીમેર હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં ધરમપાલના રિપોર્ટ કરતા પ્રાથમિક તારણ હાર્ટ એટેકનું આવ્યું હતું, ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ધરમપાલના નિધન અંગે RSF દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ મૃતદેહને હવાઈ માર્ગે મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યો હતો.