Connect Gujarat
સુરત 

સુરત: રાજસ્થાનમાં લૂંટ કરી દાગીના વેચવા 2 આરોપીઓ ફરતા હતા, પછી શું થયું જુઓ

રાજસ્થાનના ઝાલોરમાં થઈ લૂંટ, આરોપીઓ દાગીના વેચવા સુરત આવ્યા.

X

રાજસ્થાનના ઝાલોદ ખાતે થયેલી લૂંટની ઘટનામાં દાગીના વેચવા આવનાર 2 આરોપીઓને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગઈ કાલે ગણપતિ વિસર્જન હોવાથી શહેરમાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો બંધોબસ્તમાં હતા ત્યારે ખટોદરા પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેટલાક ઈસમો ચોરીના દાગીના સાથે સુરતના ખટોદરા વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે તે માહિતીના આધારે ખટોદરા પોલીસના પી.આઇ.સહિતનો કાફલો જોગણી માતાજીના મંદિર પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ દેખાતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસે રહેલી બે બેગમાં ચેક કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દાગીના મળી આવતા પોલીસ પણ ચોંકી હતી કારણ કે મોટા પ્રમાણમાં દાગીના હતા જે પોલીસે તાત્કાલિક બંને આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખટોદરા પોલીસે બંને આરોપીને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી પહેલા તો આ બંનેના નામ ટીકમારામ માલી અને નીરવ રબારી હોવાનું બહાર આવ્યું છે.પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ કરતા રાજસ્થાનના ઝાલોર જીલ્લામાં થયેલી લૂંટનો ગુનાનો ભેદ ઉકેલાયો હતો તેમના બીજા મિત્રો સાથે મળીને લૂંટ ચલાવી હતી અને તે લૂંટમાં લૂંટ કરેલા દાગીના વેચવા માટે સુરત આવ્યા હતા જેમાં ૧૧ કી.ગ્રા ચાંદી તેમજ સોનું ૨૮ ગ્રામ કબ્જે કર્યું હતું અને તેમની ધરપકડ કરી રાજસ્થાન પોલીસે સોંપી તપાસ શરૂ કરી હતી.

Next Story