Connect Gujarat
સુરત 

સુરત : વિવિધ સ્થળોએ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવવા રેલી યોજાઇ

દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થતા જ સુરત જિલ્લામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

X

દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થતા જ સુરત જિલ્લામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લાના મહુવા,કામરેજ, કોસબા,ઉમરપાડા,માંગરોળ સહિતના વિસ્તારોમાં દ્રૌપદી મૂર્મુનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય થતા આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વાજિંત્રો,પહેરવેશ અને આદિવાસી નૃત્ય સાથે રેલી કાઢવામાં આવી હતી.માંગરોળ ખાતે નીકળેલી રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક અને આદિવાસી સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા,પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કે, કોંગ્રેસ પાર્ટીનો પરિવારવાદ અને જૂથવાદના કારણે સમગ્ર દેશમાં સફાયો થયો છે.કોંગ્રેસના જે ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે પોતાની પાર્ટી આદેશનો ભંગ કરી યોગ્ય ઉમેદવારને વોટ આપ્યો તેમનો આભાર માનું છું.

Next Story