Connect Gujarat
સુરત 

સુરત : વેતન વધારાની માંગ સાથે 300થી વધુ રત્ન કલાકારો હડતાળ ઉપર ઉતર્યા

કાપોદ્રાની ડાયમંડ કંપનીના રત્ન કલાકારોની હડતાળ, ૩૦૦થી વધુ રત્ન કલાકારો દ્વારા વેતન વધારાની માંગ.

X

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી રયાની ડાયમંડ કંપનીના અંદાજે ૩૦૦થી પણ વધુ રત્ન કલાકારો વેતન વધારાની માંગ સાથે છેલ્લા 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રત્ન કલાકારોની માંગણી નહીં સંતોષાતા સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા.

સુરતના હીરા ઉદ્યોગમાં હાલ તેજીનો માહોલ છે. તો, બીજી તરફ કૂદકેને ભૂસકે મોંઘવારી વધી રહી છે. જે મોંઘવારીના મારનો સામનો કરતાં રત્ન કલાકારો વેતન વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કાપોદ્રા ખાતે આવેલી રયાની ડાયમંડ કંપનીના અંદાજે ૩૦૦થી વધુ રત્ન કલાકારો ગત રોજથી વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે.

જોકે, હડતાળ પર ઉતરેલા રત્ન કલાકારોની માંગણીને લઇ હજી સુધી કંપની તરફથી કોઈપણ પ્રકારે વેતન વધારો કરવા માટે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના પગલે સતત બીજા દિવસે પણ હડતાળ પર રહેલા રત્ન કલાકારોએ વેતન વધારો કરવાની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવી આ સમસ્યાનો સુખદ અંત લાવવા માંગ કરી છે.

Next Story