સુરત: રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીમાં રેકોર્ડ, 1.25 લાખ લોકોએ એક સાથે યોગ કર્યા

New Update
સુરત: રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીમાં રેકોર્ડ, 1.25 લાખ લોકોએ એક સાથે યોગ કર્યા

આજે તારીખ 21મી જૂન-વિશ્વ યોગ દિવસની ઉજવણી

રાજ્ય કક્ષાની ઉજવણી કાપડનગરી સુરતમાં

1.25 લાખ લોકોએ એક સાથે યોગ કરી વિક્રમ સર્જ્યો

સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કાપડ નગરી સુરત ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત હત્યા હત

આજે એટલે કે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર ઉપાય એટલે યોગ છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.આ વખતે 1.25 લાખથી વધુ લોકો એકસાથે યોગ માટે જોડાયા છે. અને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા છે. ત્રણેય બાજુઓથી 5 કિ.મી.ને આવરી લેતા મુખ્ય માર્ગ પર વાય જંકશન ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના લોકો, ગૃહિણીઓ અને કામ કરતી મહિલાઓ સહિત અન્ય લોકો પણ જોડાયા હતા.કાર્યક્રમ દરમ્યાન પી.એમ.મોદીનું વર્ચ્યુયલ સંબોધન લોકોએ નિહાળ્યુ હતું.

Latest Stories