Connect Gujarat
સુરત 

સુરત: વીર નર્મદ યુનિવર્સિટીનો રેકોર્ડ, પરીક્ષા લીધાના 15થી 45 દિવસમાં જ પરિણામ જાહેર કર્યું

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધાના 15થી 45 દિવસમાં જ પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે.

X

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધાના 15થી 45 દિવસમાં જ પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે.

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધાના 15થી 45 દિવસમાં જ પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે.37 ઓનલાઇન સેન્ટર પર 2 હજાર અધ્યાપકો મૂલ્યાંકન કરતા હતા.રોજ રાત્રે 30 હજાર ઉત્તરવહી સ્કેન કરવામાં આવતી હતી.કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઇ.ટી. અને મેડિકલ સહિતની ફેકલ્ટીઓની મોટાભાગની પરીક્ષાના પરિણામ જાહેર કરી નવો રેકોર્ડ કર્યો છે.2 પેપર ક્યારે આવશે, કોણ ચેક કરશે સહિતનો આખો પ્લાન તૈયાર કરાયો હતો.યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષા ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં યોજાઈ હતી. જે પરીક્ષાના પરિણામ માત્ર 15થી 45 દિવસમાં જાહેર કરી દેવાયા છે. કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઇ.ટી. અને મેડિકલ સહિતની ફેકલ્ટીઓની મોટાભાગની પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે.આ વખતે પરીક્ષા લીધા બાદ ઉત્તરવહી તપાસવાની આખી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Next Story