સુરત: વાલીઓ માટે લાલબતી સમાન ઘટના ! ઘરમાં રમતી વેળાએ બાળક બોલ્ટ ગળી ગયો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેનો ૪ વર્ષીય પુત્ર નોમાન ઘરમાં રમી રહ્યો હતો.

New Update
સુરત: વાલીઓ માટે લાલબતી સમાન ઘટના ! ઘરમાં રમતી વેળાએ બાળક બોલ્ટ ગળી ગયો

સુરતમાં ફરી એક વખત વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં ઘરમાં રમતી વેળાએ એક બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો જેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેનો ૪ વર્ષીય પુત્ર નોમાન ઘરમાં રમી રહ્યો હતો. આ દરમ્યાન તે નટ બોલ્ટ ગળી ગયો હતો. આ બનાવની જાણ દીકરાએ પરિવારજનોને કરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવાર બાળકને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોચ્યો હતો. તબીબોએ અહી એક્સ રે કરાવતા બોલ્ટ અન્નનળીમાં જતો રહ્યો હોવાનું જણાયું હતું. વધુમાં બાળકને કેળા ખવડાવવામાં આવી રહ્યા છે અને પાણી અપાઈ રહ્યું છે. વોર્ડમાં દાખલ બાળકને બોલ્ટ કુદરતી હાજતમાં નીકળી જાય તેવી કોશિશ હાથ ધરાઈ છે.