Connect Gujarat
સુરત 

સુરત : બોન્ડ સહિતની પડતર માંગણીઓ સંદર્ભમાં રેસીડેન્સ તબીબોની હડતાળ

નવી સિવિલ હોસ્પિટલના રેસીડેન્સ તબીબોની હડતાળ, પડતર માંગણીઓ સંદર્ભમાં ઉપાડયું હડતાળનું શસ્ત્ર.

X

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી વચ્ચે ગુજરાતમાં રેસીડેન્સ તબીબો પડતર માંગણીઓના સંદર્ભમાં હડતાળ પર ઉતર્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એકત્ર થઇ તબીબોએ સુત્રોચ્ચાર કર્યા હતાં.

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્સ ડોક્ટરોએ બુધવારે સવારે હડતાળ પાડી દેતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તબીબોએ સિવિલ કેમ્પસમાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતાં. તબીબોએ જણવ્યું હતું કે તેમના બોન્ડ, સાતમા પગારપંચ, 26 જેટલા તબીબોને ગામડાઓ બદલી કેરી દેવામાં આવ્યા, અન્ય રાજ્યોની માફક એસાર શીપ અને બોન્ડ યોજના લાગૂ કરવા વિગેરે મુદ્દાઓ રજુ કર્યા હતા. એમાંથી કેટલાક પડતર પ્રશ્ન અંગે અનેકવા૨ સ૨કા૨માં રજુઆત કરવામાં આવી છે છતાં આજ સુધી કોઈ સંતોષકારક નિવારણ લાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોવિડની પરિસ્થિતિના કારણે સરકારે તમામ બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ કર્યો હતો. સરકારના આદેશ સામે તબીબો હાઈકોર્ટમાં ગયાં હતાં. આરોગ્ય વિભાગે ગઈકાલે પરિપત્ર કરીને બોન્ડેડ તબીબો બોન્ડ ભરીને સેવામાંથી મુક્ત થઈ શકશે તેવું જાહેર કર્યું છે. સરકારે આશરે 1,400 જેટલા ડોક્ટરોના ઓર્ડર કર્યાં હતાં. પરંતુ હવે સરકારે બોન્ડ લેવાનું સ્વીકાર્યું છે. કોરોનાની બીજી લહેર વખતે સરકારે તબીબોની અછત નિવારવા માટે બોન્ડેડ તબીબો પાસેથી પૈસા લેવાના બદલે સેવા લેવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે આશરે 1400 જેટલાં તબીબોના ઓર્ડર કર્યા હતા. પરંતુ તબીબોએ વિરોધ કરીને હાજર નહીં થતા લગભગ 400 જેટલા તબીબો સામે એફઆઈઆર પણ થઈ હતી. તેથી આ તબીબો કોર્ટમાં ગયા હતા જેનો ચુકાદો બાકી છે.

Next Story