સુરત: રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરીના કારણે 8 દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે

રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરી, સલામતીના હેતુસર વાહન વ્યવહાર બંધ રખાશે.

New Update
સુરત: રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરીના કારણે 8 દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે

સુરતના રીંગરોડ અને સુરત બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરીના કારણે 21થી 29 ઓગષ્ટ દરમિયાન રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરત શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે સુરત મુંબઈ વેસ્ટન રેલ્વે લાઈન પર સહારા દરવાજા રેલ્વે ગરનાળા ઉપરથી સુરત બારડોલી રોડના કરણીમાતા જંકશનને જોડતા ફ્લાય ઓવર બ્રિજની કામગીરી થઈ રહી છે. આ બ્રિજની કામગીરી માટે હાલ સહારા દરવાજા તરફ 16.700 મીટરની ઉંચાઈના પીલર પર કમ્પોઝીટ સ્ટીલ ગર્ડર મુકવાની કામગીરી કરવામાં આવશે.

આ કામગીરી દરમિયાન સલામતીને ધ્યાને રાખીને ડો. બાબા સાહંબ આંબેડકર રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે ફાલસાવાડી તરફ જતાં અને આવતાં વાહનો પર મ્યુનિ. તંત્રએ એક જાહેરનામા થકી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ દિવસો દરમિયાન રેલ્વે સ્ટેશન, ફાલસા વાડી તરફથી આવતાં વાહનોએ તથા રેલ્વે સ્ટેશન ફાલસા વાડી તરફ જતાં વાહનોએ સહારા દરવાજા બ્રિજના અપ અને ડાઉન રેમ્પનો ઉપયોગ કરવાનો રહેશે.

પાલિકા 21 ઓગષ્ટથી 29 ઓગષ્ટ દરમિયાન રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના રોડને બંધ કરી રહી છે તેથી આ દિવસો દરમિયાન રીંગરોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે. આ કામગીરી વહેલી પુરી કરવા માટે પાલિકા તંત્રનું આયોજન છે.

Latest Stories