-
RTIના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાનો મામલો
-
RTI એક્ટિવિસ્ટો સામે સુરત પોલીસે કરી લાલ આંખ
-
વિવિધ વિસ્તારોમાં RTI એક્ટિવિસ્ટોના ત્યાં દરોડા પાડ્યા
-
પોલીસને મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા
-
બાંધકામ કરતા લોકો પાસેથી વસૂલવામાં આવતી ખંડણી
સુરત શહેરમાં RTIના નામે ખંડણી માંગનાર RTI એક્ટિવિસ્ટના મકાને પોલીસે દરોડો પાડી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા જપ્ત કર્યા હતા. આ સાથે જ RTI એક્ટિવિસ્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
RTI એટલે કે, રાઇટ ટુ ઇન્ફોર્મેશનના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઇસમો વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલાતી હોવાની પોલીસને બાતમી મળી હતી. તો બીજી તરફ, શહેરના વિવિધ વિસ્તારોમાં RTI એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસ છાપો મારી રહી છે, ત્યારે ઝોન-3 વિસ્તારમાં RTI એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીના મકાને પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા.
જેમાં બાંધકામ કરતા લોકો પાસેથી શાકિર હુસૈન લાખાણીએ ખંડણી માંગી હતી. આ સાથે જ RTI કરી બાંધકામ તોડાવી પાડવાની પણ ધમકી આપી હતી. આરોપીના મકાનમાંથી પોલીસને 2 થપ્પા ભરીને RTI દ્વારા માંગવામાં આવેલી માહિતી અને વિવિધ બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે, ત્યારે DCP પિનાકીન પરમારની આગેવાની હેઠળ આરોપી શાકિર હુસેન લાખાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.