New Update
/connect-gujarat/media/post_banners/20b005fba7f48347ba83a9935b3327876acf06f6d9d951bee511710ad4a8bc48.webp)
સુરતના સચીન GIDC ખાતેના ડાયમંડ પાર્કમાં આવેલા શ્રી કૃષ્ણ સ્ટીલ કંપનીમાં એક કર્મચારી સાથે કરંટ લાગવાની ઘટના બની હતી. કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડ ઉપર અંદરની સાઈડ પર લાઇટનું કામકાજ કરવા જતા કરંટ લાગ્યો હતો. જેને લઈને ત્યાંજ બેભાન થઇ ગયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને 30 ફૂટ ઊંચા પતરા પરથી નીચે ઉતાર્યો હતો.
બાદમાં 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. યુવકના મોતને પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી. પરિવાર શોકમાં ગરકાવ થયો. જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories