સુરત : સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં વધારો,નેચર પાર્કને રૂ.40.39 લાખની થઈ આવક

વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ

New Update
  • સુરત મનપા દ્વારા સંચાલિત નેચર પાર્ક

  • પ્રાણીસંગ્રહાલયને ઉનાળુ વેકેશન ફળ્યું

  • 1.94 લાખ લોકોએ નેચર પાર્કની લીધી મુલાકાત

  • નેચર પાર્કમાં 40.39 લાખ રૂપિયાની થઈ આવક

  • વન્ય પ્રાણીઓ મુલાકાતીઓમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર 

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલયની વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.અને નેચર પાર્કને 40 લાખ 39 હજાર રૂપિયાની આવક થઇ હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલય વેકેશન દરમિયાન સહેલાણીઓ માટેની પસંદગી બન્યું હતું.વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી,જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ હતી.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.ખાસ કરીને વાઘ,સિંહ,દીપડા,રીંછ,જળ બિલાડી સહિત પક્ષીઓ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

Latest Stories