સુરત:સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું,મનપાની ટીમે કરી કાર્યવાહી

સુમુલ ડેરીના ડુપ્લીકેટ ઘીના ડબ્બા સ્ટોરમાંથી મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ રેડમાં પ્રાઈમ સ્ટોરમાંથી એક કિલોના પેકિંગમાં 71 ઘીના ડબ્બા મળી આવ્યા

New Update

સુરતમાં તહેવાર સમયે બનાવટી ખાદ્ય પદાર્થની બોલબાલા

મનપાના ફૂડ વિભાગે કરી કાર્યવાહી

વરાછામાંથી સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું

કિલોના ડબ્બાના પેકિંગમાં વેચાતું હતું ઘી

ફૂડ વિભાગે 71 ઘીના ડબ્બા કર્યા જપ્ત

સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું,અને 71 જેટલા ઘીના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી કરી હતી.
સુરત શહેરમાં તહેવારોના સમયમાં અખાદ્ય વસ્તુઓ સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે,ફૂડ વિભાગે ફરસાણના વેપારીઓના ત્યાં રેડ બાદ ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.જેમાં ફૂડ વિભાગની ટીમે વરાછાના અંકુર ચાર રસ્તા પાસે આવેલ પ્રાઈમ સ્ટોરમાં રેડ કરી હતી.
અને સુમુલ ડેરીના ડુપ્લીકેટ ઘીના ડબ્બા સ્ટોરમાંથી મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ રેડમાં પ્રાઈમ સ્ટોરમાંથી એક કિલોના પેકિંગમાં 71 ઘીના ડબ્બા મળી આવ્યા હતા.જે ફૂડ વિભાગે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Latest Stories