Connect Gujarat
સુરત 

સુરત: દરિયાઈ માર્ગે ટપાલ પહોંચાડવાની સેવાનો કરવામાં આવ્યો પ્રારંભ,7 કલાકના ટૂંકાગાળામાં પહોંચશે તમારો પત્ર

તરંગ પોસ્ટ સ્કીમ અંતર્ગત સુરતથી ભાવનગર હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે રોજિંદી ટપાલ મોકલવાની શરૂઆત કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવી છે.

X

તરંગ પોસ્ટ સ્કીમ અંતર્ગત સુરતથી ભાવનગર હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે રોજિંદી ટપાલ મોકલવાની શરૂઆત કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવી છે.

ભારતીય પોસ્ટ વિભાગ જમીન, રેલ અને હવાઈની સાથે હવે સુરતથી દરિયાઈ માર્ગે ટપાલ મોકલાવશે. તરંગ પોસ્ટ સ્કીમ અંતર્ગત સુરતથી ભાવનગર હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે રોજિંદી ટપાલ મોકલવાની શરૂઆત આજથી કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ દ્વારા કરાઈ સામાન્ય રીતે બાય રોડ ભાવનગર ટપાલ પહોંચાડવા માટે 32 કલાકનો સમય લાગે છે. પરંતુ હવે દરિયાઈ માર્ગે માત્ર ને માત્ર 6 થી 7 કલાકના ટૂંકા સમયગાળામાં ભાવનગર ટપાલ પહોંચી જશે.હવેથી દરિયાઈ માર્ગે ખૂબ જ ઓછા સમયમાં પાર્સલો સુરતથી અમરેલી, ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં મોકલી શકાશે. ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ અને સુરતના ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈના હસ્તે તરંગ પોસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સુરત, વલસાડ, અમરેલી, ભાવનગરથી ૧૫ ટન ટપાલ મોકલાઈ શકાશે.દરિયાઈ માર્ગે ટપાલ મોકલાવવાની સેવાનો સત્તાવાર રીતે આરંભ કરતા પહેલા પોસ્ટ વિભાગ દ્વારા 12મી ડિસેમ્બર 2022 થી ટ્રાયલના ભાગરૂપે પોસ્ટ મોકલાવવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.12મી ડિસેમ્બરથી હજીરા-ઘોઘા ફેરીમાં 60 કિલોમીટર દરિયાઈ માર્ગે ટપાલ મોકલાવાઈ હતી. પ્રાયોગિક ધોરણે સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ વિસ્તારની ટપાલ મોકલવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં અંદાજિત 15 ટન ટપાલ દરિયાઈ માર્ગે મોકલી દેવામાં આવી છે

Next Story