સુરત: વિઘ્નહર્તા દેવની અર્ધવિસર્જિત  મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરતા સેવાભાવી યુવાનો

સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી

New Update

સુરત વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન 

ભક્તોએ ભક્તિ કરી પણ ધર્મની ગરિમા જાળવી ન શક્યા 

ગણેશજીની મૂર્તિના વિસર્જન બાદ દુર્દશા 

સેવાભાવી યુવાનોએ ભક્તોની ભૂલ સુધારી 

2500 POPની પ્રતિમાઓનું દરિયામાં પુનઃ વિસર્જન કર્યું 

સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી,અને નહેર નાળાઓમાં કરવામાં આવેલી ગણેશજીની અર્ધવિસર્જિત પ્રતિમાઓને જાગૃત અને સેવાભાવી યુવાનોએ સુરક્ષિત રીતે પુનઃ વિસર્જન કરીને ધર્મની ગરિમાને જાળવી હતી. 
સુરતમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી,અને ભક્તોએ ભાવુકતા સાથે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય પણ આપી હતી,વહીવટી તંત્ર દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,પરંતુ તેમ છતાં કેટલીક જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું નહોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, ગણેશોત્સવમાં તંત્ર દ્વારા સૌને માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો,અને માટીની મૂર્તિ ખૂબ જ સરળતાથી પાણીમાં ઓગળી જવાના કારણે ધર્મની ગરિમા પણ જળવાય છે,જોકે તેમ છતાં કેટલાક ભક્તો દ્વારા POPની પ્રતિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું,અને જે મૂર્તિઓનું યોગ્ય વિસર્જન પણ થઇ શક્યું ન હતુ.આ અંગે  સુરતના ઉધના ખાતેની સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના 200 થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટીયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.સાંસ્કૃતિક રક્ષા સમિતિનાં અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે, અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવીસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની હજારો POP ની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POPની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચાલવી રહ્યા છે. 
Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.