New Update
સુરત વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન
ભક્તોએ ભક્તિ કરી પણ ધર્મની ગરિમા જાળવી ન શક્યા
ગણેશજીની મૂર્તિના વિસર્જન બાદ દુર્દશા
સેવાભાવી યુવાનોએ ભક્તોની ભૂલ સુધારી
2500 POPની પ્રતિમાઓનું દરિયામાં પુનઃ વિસર્જન કર્યું
સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી,અને નહેર નાળાઓમાં કરવામાં આવેલી ગણેશજીની અર્ધવિસર્જિત પ્રતિમાઓને જાગૃત અને સેવાભાવી યુવાનોએ સુરક્ષિત રીતે પુનઃ વિસર્જન કરીને ધર્મની ગરિમાને જાળવી હતી.
સુરતમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી,અને ભક્તોએ ભાવુકતા સાથે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય પણ આપી હતી,વહીવટી તંત્ર દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,પરંતુ તેમ છતાં કેટલીક જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું નહોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, ગણેશોત્સવમાં તંત્ર દ્વારા સૌને માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો,અને માટીની મૂર્તિ ખૂબ જ સરળતાથી પાણીમાં ઓગળી જવાના કારણે ધર્મની ગરિમા પણ જળવાય છે,જોકે તેમ છતાં કેટલાક ભક્તો દ્વારા POPની પ્રતિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું,અને જે મૂર્તિઓનું યોગ્ય વિસર્જન પણ થઇ શક્યું ન હતુ.આ અંગે સુરતના ઉધના ખાતેની સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના 200 થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટીયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.સાંસ્કૃતિક રક્ષા સમિતિનાં અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે, અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવીસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની હજારો POP ની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POPની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચાલવી રહ્યા છે.