/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંકની હાલત દયનીય
કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંક બની ખંડેર
વર્ષ 2005માં બનાવેલ સ્કેટિંગ રિંક ધૂળ હાલતમાં
કોરોના કાળમાં સ્કેટિંગ રિંક બંધ કરવામાં આવી હતી
સ્કેટિંગ રિંક અસામાજિક તત્વોનો બન્યો અડ્ડો
સ્થાનિકોની પુનઃ સ્કેટિંગ રિંક શરૂ કરવા માંગ
સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે,અને આ જગ્યા પર અસામાજિક પ્રવૃતિઓએ સ્થાન લીધુ છે.જેના કારણે પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત વિકાસની હરણફાળ ભરતું શહેર છે,ડાયમંડ નગરીનું ઉપનામ મેળવનાર સુરતમાં લગભગ લોકોની સુખ સુવિધામાં કોઈ ઉણપ નહીં હોય!,પરંતુ ક્યાંક વહીવટી તંત્ર સુવિધાઓ ઉભી કર્યા બાદ તેની જાળવણીમાં કમજોર રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,સુરતના કતારગામમાં રમતવીરોની પ્રતિભાને બહાર લાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવી હતી.
જોકે વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલ સ્કેટિંગ રિંક સમય પસાર થયા બાદ વર્ષ 2019માં બંધ કરવામાં આવી હતી,જેના કારણે છેલ્લા છ વર્ષથી સ્કેટિંગ રિંક ખંડેર સમાન બની ગઈ છે.અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે,આ જગ્યાનો ઉપયોગ લોકો શરાબ પીવા સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે કરતા હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,અને સ્કેટિંગ રિંકને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
/connect-gujarat/media/media_files/2025/07/07/kedarnath-yatra2025-2025-07-07-13-42-02.jpg)