સુરત : ટ્યુશન શિક્ષિકાને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કરતી સ્પેશિયલ કોર્ટ,13 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધનું પરિણામ

સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યૂશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા.

New Update
  • અપરણિત શિક્ષિકાનો ગર્ભપાતનો મામલો

  • 13 વર્ષીય વિદ્યાર્થી સાથે હતા શારીરિક સંબંધ

  • શિક્ષિકાએ ગર્ભપાત માટે કરી હતી કોર્ટમાં અરજી

  • તબીબોએ આપ્યો હતો હેલ્થ અંગે અભિપ્રાય   

  • સ્પેશિયલ કોર્ટે શિક્ષિકાની અરજીને આપી મંજૂરી

સુરતના પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી,જે અંગે તબીબના અભિપ્રાય બાદ સ્પેશિયલ કોર્ટ પોકસોનાં જજે ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો છે.

સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યૂશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ચાર દિવસ શોષી કાઢયા હતા અને શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજુરી માટે વકીલ વાજિદ શેખ અને સ્નેહલ પટેલ મારફત કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતોતેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મુકી હતી. મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો.

સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડીયામાં પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ અપાયો છે. ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું છે. જેમાં શિક્ષિકા સ્વસ્થ જણાય તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.