સુરત: મસાલા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ, સેમ્પલમાં ભેળસેળ જણાશે તો થશે કાર્યવાહી

સુરતમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા વિક્રેતાના ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું

New Update

સુરત મહાનગરપાલિકાના આરોગ્યતંત્રએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.કાળી મરીમાં ભેળસેળ થતુ હોવાની શંકાએ મરચું,મરી,હળદળ સહિતના મસાલાના નમુના લઇ સ્થળ પર લેબ વાહનમાં તપાસ કરવામાં આવી હતી.

હાલ તો તપાસમાં કોઈપણ રીતના મસાલામાં ગેરરીતિ દેખાઈ આવી ન હતી પરંતુ જો કોઈ મસાલામાં ગેર રીતિ દેખાઈ આવશે તો મહાનગરપાલિકા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરશે.પહેલા મહાનગરપાલિકા દ્વારા સેમ્પલ લઇ લેબ માટે મોકલી દેવામાં આવતા હતા અને આ રિપોર્ટ આવવા માટે વધુ સમય લાગતો હતો.હવે સેમ્પલ લીધા બાદ માત્ર પાંચ મિનિટમાં જ સ્થળ પર જ વિવિધ મસાલાના લેવામાં આવેલા સેમ્પલોને લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે અને સ્થળ પર જ આ મસાલામાં કોઈ ગેરરીતિ છે કે નહીં તેની તપાસણી કરવામાં આવી રહી છે.

Latest Stories