Connect Gujarat
સુરત 

સુરત : આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓનું સ્વાગત કરાયું

આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા.

X

આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું...

આજથી ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષણો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ધોરણ 10ના વિધાર્થીઓ પરીક્ષા આપવા સેન્ટરો પર પહોચ્યા હતા. સુરત શહેર-જિલ્લામાંથી ધોરણ 10ના 89,475 છે જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે 1,33,360 વિદ્યાર્થી છે અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 42,330 વિદ્યાર્થીઓ તે સાથે જ સુરત શહેર જિલ્લાના કુલ 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો,સ્ક્વોડ, સરકારી તંત્ર કર્મચારીઓની પણ પરીક્ષાની વ્યવસ્થામાં જોડાયા છે.

ધોરણ 10ના વિધાર્થીઓ એક ભય અને અનેરા ઉત્સાહ સાથે જે તે શાળાએ પહોચ્યા હતા તે સાથે જ તેઓના વાલીઓ પણ શાળાએ વિધાર્થીમાં ઉત્સાહ વધારવા માટે પહોચ્યા હતા. શાળાના સંચાલકો દ્વારા વિધાર્થીને તિલક અને મોઢું મીઠું કરાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

Next Story