સુરત : રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળાનું પાંચ દિવસ આયોજન, કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની કરાશે પ્રસ્તુતિ

માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • માધવરાયજી મંદિરે યોજાય છે મેળો

  • ચૈત્ર સુદ નોમથી યોજાય છે લોકમેળો

  • રાજ્ય સરકાર દ્વારા આયોજન

  • પાંચ જિલ્લામાં લોકમેળો યોજાશે

  • સુરતમાં 400 કલાકરો લોકનૃત્યની કરશે પ્રસ્તુતિ   

પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળા નું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોરબંદર ઉપરાંત સુરતવડોદરા,અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એપ્રિલ 2025ના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઉત્તરપૂર્વીય રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોક નૃત્ય અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે.એક એપ્રિલના રોજ સુરતના લોકોને આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે,જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે,આ ઉપરાંત સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 400 કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : ચાઈનીઝ કૌભાંડીઓ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા, મોબાઈલ-બેન્ક કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • શહેરમાંથી એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

  • ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે થતી છેતરપિંડી

  • 3 શખ્સની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી

  • અગાઉ પણ 5 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ

  • મોબાઈલક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છેજેમાં ચાઈનીઝ કૌભાંડીઓએ ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરી છે. સુરત રેન્જ આઇજી સાઇબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પણ આ મામલે 5 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ ઓનલાઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેકDLF કંપની બનાવી અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટસ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા. અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે લોકોને રોજના 1500થી 3 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા.

આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લઈ રૂ. 14.80 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઈનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા. અગાઉ પણ રેન્જ આઇજી સાઇબર ક્રાઇમ પોલીસે બેંક ખાતુ ભાડે આપનારબેંક ખાતાની કીટ અને સીમકાર્ડ મેળવી આપનાર એજન્ટને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીઓ સાયબર ફ્રોડ કરતી ચાઈનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા હતાત્યારે હાલ તો પોલીસે પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 નંગ મોબાઈલ ફોન47 બેંકના ક્રેડિટ કાર્ડ અને 6 જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.