સુરત : દુબઈથી ઓપરેટ થતા શેરબજાર,ફોરેક્ષ, MLMનું રૂપિયા 335 કરોડના રેકેટનો પર્દાફાશ,ત્રણની ધરપકડ 11 વોન્ટેડ

ભેજાબાજો દ્વારા કરન્સી ટ્રેડીંગના નામે શેરબજાર, ફોરેક્ષ સહિત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવતા હતા

New Update
  • ઉત્રાણમાંથી આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ

  • સાયબર ક્રાઇમ પોલીસે કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ

  • શેરબજાર,ફોરેક્ષ, MLMનું રૂપિયા 335 કરોડનું રેકેટ 

  • સ્કીમમાં રોકાણ કરાવીને ઓનલાઇન કરાતુ હતું ચીટિંગ

  • દુબઈથી ઓપરેટ કરવામાં આવતું હતું સમગ્ર કૌભાંડ

  • ત્રણ આરોપીની ધરપકડ જ્યારે 11 વોન્ટેડ જાહેર

સુરતના  ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઇટી પાર્કમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસમાંથી આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ભેજાબાજો દ્વારા કરન્સી ટ્રેડીંગના નામે શેરબજારફોરેક્ષ સહિત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી ઓનલાઇન ચીટિંગ કરતી ટોળકીનું 335 કરોડનું રેકેટ પકડાયું છે.

સુરતના ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઇટી પાર્કમાં શકાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જેમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો હતો.દુબઈથી મુખ્ય સૂત્રધાર દિપેન ધાનક અને તેના પિતા તેમજ ભાઈ આ રેકેટ ઓપરેટ કરતા હતા.

સાયબર ક્રાઇમે દિપેનના ભાઈ ડેનિશ ધાનકને રાજકોટથી દબોચી લીધો છે. જ્યારે પેવીયો સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંચાલક જયસુખ પટોળીયા અને ડાયરેક્ટર યશ પટોળીયાને સરથાણામાંથી પકડી પાડ્યા છે. ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઉત્રાણની ઓફિસમાં સાયબર ક્રાઇમે રેડ કરી ત્યારે અલ્પેશઝરીત અને વિશાલ મળ્યા હતા. ત્રણેયના લેપટોપમાંથી બેંક ખાતાની તપાસ કરાતા કરોડોના બેનામી ટ્રાન્જેકશનો મળ્યા હતા. રેલો આવતા ત્રણેય ગાયબ થઈ ગયા હતા. હાલમાં સાયબર ક્રાઇમે ઉત્રાણ અને રાજકોટની ઓફિસમાંથી લેપટોપ-5ટેબલેટ-3ડાયરી-8ડેબિટ કાર્ડ-3ચેકબુક અને રોકડ 39.87 લાખ કબજે કરી છે. આરોપીઓના 14 બેંક ખાતામાંથી 235.41 કરોડના ટ્રાન્જેકશનો ઉપરાંત 100 કરોડથી વધુના વ્યવહારો મોટા વરાછા અને સરથાણાના પી.એમ આંગડિયા મારફતે થયેલા હોવાની હકીકતો મળી છે.

રાજકોટ ખાતેની ઓફિસમાં રેડ કરતા સાયબર ક્રાઇમના સ્ટાફને જમીન3 ફલેટ અને ઓફિસના વેચાણ દસ્તાવેજો મળી આવ્યા હતા. સૂત્રધાર દિપેનનું રાશનકાર્ડપાનકાર્ડચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ નંબર સહિતની વિગતો મળી હતી. હાલ પોલીસે ત્રણ આરોપી ડેનિશ ધાનક,જયસુખ પટોળીયા અને યશ પટોળીયાની ધરપકડ કરી છે,જ્યારે 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Latest Stories