/connect-gujarat/media/post_banners/b837a61b1243cda87c9d46fa8b6c75513eae43a649b5dff6828b37d08183c200.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. સુરતના યોગી ચોક ખાતે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આપ આદમી પાર્ટી દ્વારા સુરતના કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPની સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય ખાતે બબાલ થઈ હતી. આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા ભાજપનો એક કાર્યકર ઘાયલ થયો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને BSFની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલો કાબૂમાં છે. યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.