સુરત: VNSGUમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા, યુની.એ પોલીસને લખ્યો પત્ર

કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે.

New Update
સુરતમાં આવેલી છે વીર નર્મદ યુનિવર્સિટી
યુનિવર્સિટી દ્વારા પોલીસને લખાયો પત્ર
યુની.માં ડ્રગસ રેકેટ ચાલી રહ્યો હોવાની શંકા
વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટની કરાય માંગ
ગણેશ સ્થાપન અંગે ચાલી રહ્યો છે વિવાદ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા સેવાય રહી છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે. પત્રમાં લખાયું છે કે ‘ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે.
વિદ્યાર્થીઓનું વર્તન જોતાં નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે, જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે.આ વર્ષે એબીવીપીએ કેમ્પસમાં એમ્ફી થિયેટર પાસે ગણેશજીની સ્થાપના કરવા મંજૂરી માંગી હતી, જ્યારે યુનિવર્સિટીના સત્તાધિશોએ પણ કેમ્પસમાં એક જ સ્થાપના કરવા દેવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ ન થાય. જોકે, આ નિર્ણય સામે પૂર્વ પેનલે યુનિવર્સિટી કેમ્પસમાં જ બીજા ગણેશજી સ્થાપવાની જીદ પકડતાં વિવાદ સર્જાયો છે.
Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.