સુરત : સુમુલ ડેરીમાં પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થઈ છુરાબાજી, એક ડ્રાઇવરની હત્યા

સુરતની સુમુલ ડેરી ખાતે વાહન પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એક ડ્રાઈવરની હત્યાની ઘટના સર્જાય હતી

New Update
સુરત : સુમુલ ડેરીમાં પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થઈ છુરાબાજી, એક ડ્રાઇવરની હત્યા

સુરતની સુમુલ ડેરી ખાતે વાહન પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એક ડ્રાઈવરની હત્યાની ઘટના સર્જાય હતી, ત્યારે સહકર્મીની હત્યાના પગલે ડેરીના કર્મચારીઓએ હડતાળ પર ઉતરી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી. જોકે, મહિધરપુરા પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરની સુમુલ ડેરી સામે આવેલી મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો 30 વર્ષીય સુનિલ ગુપ્તાને શુક્રવારે સાંજે સુમુલ ડેરીમાં પાર્કિંગના મુદ્દે અન્ય ટેન્કર ડ્રાઇવર રવિ શુક્લા સાથે ઝગડો થયો હતો. ઝઘડા દરમ્યાન રવિએ ચપ્પુ વડે સુનિલ ઉપર હુમલો કર્યો હતો. પોતાની પાસે રહેલું ચપ્પુ રવિએ સુનિલની છાતીમાં ઘૂસાડી દેતાં તે ત્યાં જ ફસડાઇ પડ્યો હતો, ત્યારે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ડ્રાઇવર સુનિલને કિરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સુમુલ ડેરીના કેમ્પસમાં થયેલી છુરાબાજીની ઘટનાથી ભારે ચકચાર મચી જતાં મહીધરપુરા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાના આરોપી ડ્રાઇવર રવિ શુક્લાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, સુનિલની હત્યાના પગલે ડેરીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ન્યાય માટે માંગણી કરી હતી, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, ડ્રાઇવરે દૂધની ડિલીવરી કરવાની હોય છે, ત્યારે ચપ્પુ લઇને ફરતાં આવા ડ્રાઇવરોની પોલીસ દ્વારા તપાસ થવી જોઇએ તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.