સુરત : જૂની પેન્શન યોજનાના અમલ માટે શિક્ષકોએ વિરોધ નોંધાવી બ્લેક-ડે મનાવ્યો...

જૂની પેન્શન યોજના શરૂ કરવા ઉઠી માંગ શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

સુરત : જૂની પેન્શન યોજનાના અમલ માટે શિક્ષકોએ વિરોધ નોંધાવી બ્લેક-ડે મનાવ્યો...
New Update

જૂની પેન્શન યોજના શરૂ કરવા સુરત ખાતે શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં શિક્ષકોએ કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને બ્લેક-ડે મનાવ્યો હતો.ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરાય હોવા છતાં ગુજરાતમાં આ યોજના લાગુ નહીં થતા રાજ્યના શિક્ષકોએ લડત શરૂ કરી છે. સુરત ખાતે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકોએ ફરજ દરમ્યાન કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.

જોકે, આ વાત સરકાર સુધી પહોંચાડવા માટે શહેરની તમામ શાળાના શિક્ષકો વિરોધ દરમ્યાન લેવામાં આવેલો ગ્રુપ ફોટો સંકલન સમિતિને મોકલી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે 1998 પછી સરકારે જૂની પેન્શન યોજના બંધ કરી દીધી છે ત્યારે હાલ નવી નીતિ અનુસાર શિક્ષકોને 2200 રૂપિયા પેન્શન મળે છે. જેમાં રિટાયરમેન્ટ બાદ પરિવારનું ગુજરાન થઈ શકતું નથી. જેથી જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવામાં આવે તેવી શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

#ConnectGujarat #Surat #'Black Day' #old pension scheme #સુરત #pension scheme #જૂની પેન્શન યોજના #પેન્શન યોજના
Here are a few more articles:
Read the Next Article