Connect Gujarat
સુરત 

સુરત: ગ્રામ્ય વિસ્તારમાં જંગલી ભૂંડનો આતંક,જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો થયાં પરેશાન

ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે

સુરત: ગ્રામ્ય વિસ્તારમાં જંગલી ભૂંડનો આતંક,જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો થયાં પરેશાન
X

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે

સુરત જિલ્લામાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે જિલ્લાના ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.સુરતનો માંગરોળ તાલુકો હોય કે ઓલપાડ,કામરેજ હોય કે ઉમરપાડા તાલુકો તમામ તાલુકાના જંગલી ભૂંડના ઝુંડે ખેતરોમાં સામ્રાજ્ય સ્થાપી દીધું છે.જંગલી ભૂંડનો ત્રાસ ઓલપાડ બાદ હવે કામરેજ તાલુકામાં વધ્યો છે.કામરેજ તાલુકાના અલુરા,વલણ,વાંસદા રૂંધી સહિતનાં ગામોમાં જંગલી ભૂંડના ઝુંડે હાહાકાર મચાવ્યો છે.ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકોને નાશ કરી રહ્યા છે.જંગલી ભૂંડને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચી રહ્યું છે ત્યારે આવામાં કામરેજ તાલુકાના ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Next Story