Connect Gujarat
સુરત 

સુરત: દુષ્કર્મ સહિતના ગુનાની પીડિતાને ચૂકવાયેલ રકમ હવે આરોપીઓ પાસે વસૂલાશે

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે

X

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાઓને સરકારે ચુકવેલ રકમની વસૂલી કરવા કેદીઓને કોર્ટેએ નોટિસ આપી છે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે જ્યારે આ આર્થિક રકમની ભરપાઈ કરવા કોર્ટેએ 200 કરતા વધુ કેદીઓને નોટિસ પાઠવી 3.74 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા જણાવ્યું છે...

નિર્ભયા પ્રકરણ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ભોગ બનનાર મહિલા પીડિતાને આર્થિક સહાય પેટે રકમ ચૂકવવા એક યોજના બનાવી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ દુષ્કર્મ, પોસ્કો,એસિડ અટેક સહિત મહિલાને થતા અત્યારના કેસમાં આર્થિક સહાય પેટે રકમ ચૂકવવામાં આવે છે સુરત શહેરમાં 2016 થી આજ દિન સુધી દુષ્કર્મ,પોસ્કોના ગુનામાં 3 કરોડ કરતા વધુ રકમ ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ છે સરકારે ચૂકવેલ આ રકમ ગુના આચરનાર 200 કરતા વધુ આરોપીઓ પાસેથી વસૂલી કરવા કોર્ટેએ જેલ ભોગી રહેલા આરોપીઓને નોટિસ પાઠવી છે. સુરત જિલ્લાના સરકારી વકીલ ભદ્રેશ દલાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં ભોગ બનનારાઓને રૂપિયા 3 કરોડ 74 લાખ જેટલી રકમ ચૂકવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આ રકમ જે તે કેસના આરોપીઓ પાસેથી વસુલ કરવામાં આવે છે આરોપી પાસેથી રકમની વસૂલાત કરવા માટે નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે સુરત જિલ્લામાં ૨૦૦ જેટલા કેસોના દાવા કરવામાં આવેલા છે જે હાલ પેન્ડિંગ છે...

Next Story