Connect Gujarat
સુરત 

સુરત : ટેક્સટાઈલ માર્કેટમાં રૂ. 65 કરોડનું સૌથી મોટું ઉઠમણું, ફોગવા કરશે ગૃહમંત્રીને રજૂઆત...

સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે,

X

સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે, ત્યારે 100થી વધારે વિવર્સોના નાણા ફસાયા છે. જોકે, ટેક્સટાઈલ માર્કેટમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણ સાબિત થયું છે.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે 65 કરોડ રૂપિયાનું ઉઠમણું થતા ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર, શહેરના સહારા દરવાજા, જૂની બોમ્બે માર્કેટ સામે આવેલ ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં થોડાં વર્ષોથી ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપાર કરતા 26 વર્ષના યુવકે ભાગીદારીમાં અલગ અલગ 2 કંપનીઓ શરૂ કરી હતી. જે દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપાર કરતો હતો. આ દરમ્યાન વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનાર વિવર્સોની મુશ્કેલી વધી ગઈ હતી ભોગ બનનાર વિવર્સ કહી રહ્યા છે કે, પ્લાન પૂર્વક આ ઉઠમણું કરવામાં આવ્યું છે.

હાલ 65 કરોડ રૂપિયાનું ઉઠમણું સામે આવ્યું છે, જ્યારે ભોગ બનનાર અમુક વિવર્સો હજી સામે આવી રહ્યાં નથી. પરંતુ 90 કરોડ રૂપિયા સુધીનું આ ઉઠમણું થયું હોવાનું પણ વિવર્સો કહી રહ્યાં છે. આ ઉઠમણામાં 100 જેટલા વિવર્સોના રૂપિયા ફસાયા છે. વિવર્સોએ ફોગવાને રજૂઆત કરી છે. ફોગવા દ્વારા ડોક્યુમેન્ટ ભેગા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જે વિવર્સો ઉઠમણાનો ભોગ બન્યા છે, તેમની સાથે ફોગવાએ મિટિંગનું આયોજન કર્યુ હતું. સાથે જ તમામ પુરાવા ભેગા કરીને આગામી શનિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા અંગે જણાવાયું છે.

Next Story