સુરત : સમસ્ત આંબેડકર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું...

આંબેડકર ભવન-ઉધના ખાતે સન્માન સમારોહ યોજાયો, પ્રમાણપત્ર-સ્મૃતિ ભેટ આપી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

New Update
સુરત : સમસ્ત આંબેડકર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું...

વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવા આશયથી સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ આંબેડકર ભવન ખાતે સમસ્ત આંબેડકર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમાજના વરિષ્ઠ આગેવાનો અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરનાર યુવકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

હાલ ધોરણ 10 અને 12ના પરિણામ સાથે જ કોલેજોનું પરિણામ પણ જાહેર થયું છે, ત્યારે મધ્યમ વર્ગના જે બાળકોએ ધોરણ 10 અને 12 સહિત કોલેજમાં સારા ગુણ પ્રાપ્ત કર્યા છે, તેવા વિદ્યાર્થીઓનું સમસ્ત આંબેડકર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક, સમાજિક અને આર્થિક રીતે આગળ વધે તે માટે સમાજ આગેવાનોએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

Latest Stories